અમદાવાદની એક યુવતીએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. આ યુવતી 30 વર્ષની છે અને મૂળ જયપુરની છે. હાલ અમદાવાદના સરખેજમાં રહે છે. તેના લગ્ન 2020મા જ ભાવનગરના એક યુવક સાથે થયા. આ યુવક ઓઇલ પેટ્રોલિયમનો બિઝનેસ સાથે જોડાયેલ છે. યુવતી લગ્ન બાદ 10 દિવસ સાસરે રહી અને બાદમાં પિયર આવી હતી પણ આ બાદ અચાનક દોઢેક માસ થતા તેના પતિએ પ્લેનની ટિકિટ અમદાવાદ આવવા કહ્યુ.
પતિ સાથે તે શહેરના જુહાપુરામાં ભાડાના મકાનમાં રહી. યુવતીએ જ્યારે પતિને ભાવનગર સાસરે જવાનું કહ્યુ ત્યારે પતિએ થોડા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય પછી જઈશું કહ્યુ હતુ. આ સાથે યુવતી સામે ચોંકાવનારી વાત સાસરીયઓએ એ જણાવી કે તેનો પતિ દર છ મહિને અલગ અલગ યુવતીઓ સાથે લગ્ન કરે છે. આ સાથે શરત મૂકી કે જો તારે તારા પતિ સાથે ત્યા ત્યાં રહેવું હોય તો તારા પિયરમા અલગ મકાન તમને લઈ આપે તેવુ કહી દે.
આ પછી જ્યારે યુવતી પ્રેગનેટ થઈ ત્યારે સાસરિયાઓ તેને ગર્ભપાત કરાવવા કહ્યુ અને પતિ પણ માર મારવા લાગ્યો. માત્ર આટલુ જ નહી સાસરીયાઓ અને પતિએ મળીને તેના ગર્ભપાતનો પણ પ્લાન કર્યો. તેના પતિએ ઓળખીતી આણદની એક મહિલા સાથે યુવતીને ભાવનગર લઈ ગયો અને વલ્લભ વિદ્યાનગર એક હોસ્પિટલમાં સહીઓ કરાવી ગર્ભપાત કરાવી નાખ્યો. આ સિવાય યુવતીની નણંદ પણ પતિ પાસે છૂટાછેડા લેવાનું કહી માર મારતી હતી.
આ પછી ફરી એકવાર યુવતી જ્યારે પ્રેગનેટ થઈ ગઈ ત્યારે પતિ અને સાસરિયાઓના ડરથી કોઈને ન જણાવ્યુ. આ બાદ જ્યારે 7મા મહિને પતિને આ અંગે જાણ થઈ ત્યારે તે યુવતીને છોડી ભાવનગર જતો રહ્યો હતો અને બીજી તરફ યુવતીએ એક દીકરાને જન્મ આપ્યો. આ વાતની જાણ પતિને થતા તેણે દીકરો તેનો ન હોવાનું કહી દીધુ. હવે આ સમગ્ર મામલે યુવતીએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.