આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝને શરૂ કરવામાં આવ્યો છે જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો છે. પરંતુ નજીકના ભવિષ્યમાં જ મેટ્રો ટ્રેનનો બીજો ફેઝ ગાંધીનગર સુધીનો રહેશે. તો વંદે ભારત ટ્રેનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, વંદે ભારત ટ્રેનની શરૂઆત થતાં ગણતરીના કલાકોમાં જ મુંબઈ પહોંચાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની જનસભામાં સંબોધન દરમિયાન વિનંતી કરતા જણાવ્યું હતું કે, મેટ્રોમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓને હું એક રિકવેસ્ટ કરું છું કે, આ મેટ્રો સ્ટેશન કેવી રીતે આકાર પામ્યું. ખોદકામ કેવી રીતે કર્યું, ટનલ કેવી રીતે બની આ તમામ બાબતો જાણે. શિક્ષણ વિભાગને પણ વિનંતી કરું છું કે, વિદ્યાર્થીઓને માત્ર ટ્રેનમાં જ મુસાફરી ન કરાવતા આ મેટ્રો આકાર કેવી રીતે પામી તેની જાણકારી પણ મેળવે. આવતા વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં દોડાવવાનું લક્ષ્ય. વંદે ભારત ટ્રેન કરતાં એરપ્લેનમાં 100 ગણો અવાજ થાય છે. હવે જેમને પ્લેનમાં જવાની ટેવ છે તેઓ હવે ટ્રેનમાં જશે.’
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમદાવાદીઓ માટે આ આનંદનો પ્રસંગ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનની આજે ભેટ મળી છે. પહેલાં સાબરમતીમાં બાળકો ક્રિકેટ રમતાં, આજે નદી છલોછલ ભરાયેલી છે. પીએમ મોદીની ઈચ્છા શક્તિથી વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે. ડબલ એન્જિન સરકારના કારણે વિકાસની ઝડપી વધી છે. ત્રણવાર ભારત માતા કી જય બોલાવીને વડાપ્રધાને સભાને સંબોધવાનું શરૂ કર્યુ હતું. તેમણે કહ્યું કે, આજે 21મી સદીના ભારત અને અર્બન કનેક્ટિવિટી માટે અને આત્મનિર્ભર ભારત માટે આજે બહુ મોટો દિવસ છે. થોડીવાર પહેલાં મેં ગાંધીનગર-મુંબઈની વંદે ભારત એક્સપ્રેસની ઝડપી મુસાફરીનો અનુભવ કર્યો, આ મુસાફરી તો કેટલીક મિનિટો જ હતી, પરંતુ મારા માટે ગૌરવથી ભરેલી ક્ષણ હતી. દેશની ત્રીજી અને ગુજરાત પહેલી વંદે ભારત ટ્રેન છે.
PMએ આગળ વાત કરી કે, કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર મેટ્રો સ્ટેશન, અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની મુસાફરી કરી હું થલતેજ પહોંચ્યો હતો. એટલે કે કોઈ બહારથી વંદે ભારતમાં આવતો હોય, ત્યારબાદ સીધેસીધો મેટ્રો પર ચડીને શહેરમાં પોતાના ઘરે જઈ શકે એવી વ્યવસ્થા થઈ ગઈ છે. કે કામ માટે શહેરના અન્ય ભાગમાં પણ જઈ શકે છે. અને ગતિ એટલી ઝડપી કે શિડ્યુલ કાર્યક્રમ બનાવ્યો હતો, તેનાથી 20 મિનિટ પહેલાં હું થલતેજ પહોંચી ગયો, હું ટ્રેનમાં સફર કરી રહ્યો હતો ત્યારે ડિપાર્ટમેન્ટના લોકો કેટલીય ખૂબીઓ જણાવતા રહે છે, શું વ્યવસ્થા છે, સ્પીડ છે વગેરે.. પરંતુ બીજું એક પાસું છે જેના તરફ ડિપાર્ટમેન્ટનું કદાચ ધ્યાન નથી ગયું. મને તે સારું લાગ્યું… હું કહેવા માગું છું, આ જે વંદેભારત ટ્રેન છે, હું ગણિતજ્ઞ કે વૈજ્ઞાનિક નથી, પંરતુ હું મોટોમોટો અંદાજ લગાવી શકું છું કે હવાઈ જહાજમાં જેટલો અવાજ આવે છે તેનાથી કદાચ 100મો ભાગ થઈ છે, 100 ઘણી વધારે અવાજ વિમાનમાં હોય છે, એટલે વાતચીત કરવામાં તકલીફ પડે છે. વંદેભારત ટ્રેનમાં હું આરામથી વાત કરતો હતો, જે લોકો હવાઈ જહાજના આદી છે, તેઓને અવાજનું જ્ઞાન થઈ જશે તો હું ચોક્કસ માનું છું કે હવાઈ જહાજ નહીં વંદે ભારત ટ્રેન પસંદ કરશે.