વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ ગુજરાતની મુલાકાતે છે અને આ દરમિયાન તેઓ મેગા રોડ શો કરશે. એરપોર્ટથી લઈને કમલમ સુધી આ રોડ શો થશે અને લાખો લોકો તેમનું સ્વાગત કરશે. આ માટેની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ચૂકી છે. તેમના રોડ શોની તૈયારીઓ કરી દેવાઈ છે. આ રોડ શોમાં ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ અને અનેક નામી ચહેરાઓ હાજરી આપશે.
મળતી માહિતી મુજબ PM મોદી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરી અને ત્યારબાદ કમલમમાં ભોજન લીધા બાદ રાજભવન જશે. આ પછી તેઓ GMDC ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. માહિતી આપતાં પાટીલે કહ્યું, સાંજે તેઓ સરપંચ સંમેલનમાં હાજર રહેશે. એમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજરને સંબોધિત કરશે જેમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહેશે.
આ બે દિવસો દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે 6000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓની બાજનજર સમગ્ર કાર્યકમો પર ધ્યાન આપશે. આ માટે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક દરમિયાન હથિયારી ગાર્ડ, VVIP અવરજવર હશે, ત્યારે બિનઅધિકૃત લોકોનો પ્રવેશ રોકવા જેવી બાબતો પર ધ્યાનકેન્દ્રિત કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન 4 IG-DIG કક્ષાના અધિકારીઓ, 24 DCP, 38 ACP, 124 PI, 400 PSI અને 5550 પોલસીકર્મી તહેનાત રહેશે.
આ સાથે વાત કરીએ PMનો 12મી માર્ચનો કાર્યક્રમ અંગે તો પીએમ મોદી અને અમીત શાહ રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે. આ પછી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવી અને સ્પોર્ટ પોલિસીની પણ જાહેરાત કરશે.