વડાપ્રધાન નરેન્દ્ર મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાનના અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદિશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઇ તેમનું સ્વાગત કરવા ગયા હતા. હાલમાં શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. તેની સાથે સાથે નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ આવી પહોંચ્યા છે. જેમાં હાર્દિક પટેલ અને અમિત ઠાકરનો સમાવેશ થાય છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો શાસ્ત્રોક્તવિધિથી પ્રારંભ કરાવી દીધો છે. નરેન્દ્ર મોદીએ પૂજા-અર્ચના કરી હતી.
અહીં જુઓ લાઈવ વીડિયો…
LIVE: PM Shri @narendramodi attends inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav in Ahmedabad https://t.co/mR8HTcdmFP
— BJP Gujarat (@BJP4Gujarat) December 14, 2022
આ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ આવી ગયા છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પીએમ મોદીની સભામાં 1 લાખથી વધુ લોકોનું આગમન થઇ ગયું છે. આ સાથે જ વાત કરીએ તો ભાજપના હાલમાં જ જીતેસા ધારાસભ્યો પણ આવી પહોંચ્યા છે.
જેમાં હાર્દિક પટેલ, જીતુ વાઘાણી, અમદાવાદના મેયર કિરીટ પરમાર, અમિત પી. શાહ, કૌશિક જૈન, પંકજ દેસાઈ અને અમિત ઠાકરનો સમાવેશ થાય છે. તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી રજની પટેલ પણ સ્થળ પર આવી ગયા છે.
સ્વામિનારાયણની BAPS સંસ્થાના સંત પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવતીકાલથી શરૂ થશે, જે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. પરંતુ આની શરૂઆત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવાની છે. વડાપ્રધાન સાંજે 5 વાગ્યે શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન માટે અમદાવાદ પહોંચશે. અમદાવાદના રીંગ રોડ પર 600 એકર જમીનમાં વિશાળ સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અહીં મહેમાનોનું સ્વાગત મહત સ્વામી, સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી તરીકેના શપથ લેનારા તમામ મંત્રીઓ અને દેશ-વિદેશથી અહીં પધારેલા હજારો હરિભક્તો શાસ્ત્રોક્ત પધ્ધતિ અને પૂજા-અર્ચના દ્વારા અહીં સ્વાગત કરશે. શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા લગભગ 50 લાખ લોકો વિદેશમાંથી અને ભારતના ખૂણે-ખૂણેથી એક મહિના સુધી આવશે. અમદાવાદની તમામ હોટેલોમાંથી 90% આ ફેસ્ટિવલ માટે બુક થઈ ગઈ છે.
જો આ આખા પ્રમુખ સ્વામી નગરમાં આકર્ષણના કેન્દ્રની વાત કરીએ તો અહીં શહેરનું મુખ્ય પ્રવેશદ્વાર 380 ફૂટ લાંબું અને 51 ફૂટ ઊંચું છે, આદિશંકરાચાર્યજી, તુલસીદાસજી, સ્વામી વિવેકાનંદજી, ભગવાન બુદ્ધ, જેવા મહાન વ્યક્તિત્વોની સંપૂર્ણ ઊંચાઈની 28 પ્રતિમાઓ છે. ભગવાન મહાવીર વગેરે રહેશે આ ઉપરાંત 116 ફૂટ લાંબા અને 38 ફૂટ ઊંચા 6 કલાત્મક રીતે ભવ્ય પ્રવેશદ્વાર અને દરેક પ્રવેશદ્વાર પાસે પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યનો સચિત્ર પરિચય હશે.
સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીની 67 ફૂટ ઊંચી પ્રતિકૃતિ
દેશ અને વિશ્વના 1200 થી વધુ મંદિરોના અનન્ય સર્જક પ્રમુખસ્વામી મહારાજના વિશેષ સર્જન દિલ્હી અક્ષરધામ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના યુગ કાર્યની પ્રતિકૃતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2007માં દિલ્હી અક્ષરધામને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ‘વિશ્વના સૌથી મોટા વ્યાપક હિન્દુ મંદિર’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને પ્રમુખ સ્વામી મહારાજને ગીનીસ બુક દ્વારા બીજા નંબરે જાહેર કરવામાં આવ્યા હતા. એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
પ્રમુખ જ્યોત ઉદ્યાન – ગ્લો ગાર્ડન
ગ્લો ગાર્ડન એ 30 એકરમાં ફેલાયેલો બગીચો છે જે પ્રમુખ સ્વામી મહારાજના ઉપદેશો, ગુરુ પ્રત્યેની ભક્તિ, દેશભક્તિ અને પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો અને આકર્ષક પ્રતીકો દ્વારા વિશ્વ ભાઈચારો રજૂ કરે છે.
બાલનગરીમાં ધર્મનું જ્ઞાન
આ સાથે 70 એકરમાં પથરાયેલ ભવ્ય ચિલ્ડ્રન સિટી બનશે, જેમાં 4000 બાળ સ્વયંસેવકો દ્વારા વિજ્ઞાનના માધ્યમથી બાળકોને ધર્મનું જ્ઞાન આપવામાં આવશે. અહીં નારી ઉત્કર્ષ મંડપ પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં મહિલા સભાઓનું આયોજન કરવામાં આવશે, મહિલા સશક્તિકરણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવશે.
90 ટકા હોટેલો બૂક
શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા NRI આવશે, જેને લઈ અમદાવાદની તમામ ફાઇવસ્ટાર હોટલના 90 ટકા અને અને ફોરસ્ટાર હોટલોના 70 ટકા જુદી જુદી કેટેગરીના રૂમ બુક થઈ ગયા છે, એટલે કે 20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. ફાઇવસ્ટાર હોટલોમાં પ્રથમ વખત સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, તેમના માટે હોટલોમાં અલગથી ડાઇનિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.