ચોમાસુ જતું રહ્યું એવા વ્હેમમાં રહેલા લોકોને આજે ફરી વ્હેમ ભાંગી ગયો છે. કારણ કે અમદાવાદમાં ફરીએકવાર વરસાદ શરૂ થઇ ગયો છે. બપોરે 3 વાગ્યે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ગરમીથી લોકોને રાહત મળી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં તડકો લોકોને પરસેવેથી રેબઝેબ કરી રહ્યો છે. આ સાથે જ ઠેર ઠેર રસ્તામાં પાણી પણ ભરાયા છે.
હજુ આગામી દિવસોની વાત કરીએ તો 2 દિવસ વરસાદની આગાહી કરવામાંઆવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.. લોકલ કન્વક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરાઇ છે.. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદની આગાહી છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
જો આજની વાત કરીએ તો આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો વળી અમદાવાદમાં મેહુલિયે મંડાણ કરી દીધા છે.