એલ. ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના ઇનોવેટર ક્લબ દ્વારા તા-૧૮/૪/૨૦૨૨ના રોજ પ્રથમ વખત ફાઇનાન્સને લગતી પ્રોફિનો નામની ઇવેન્ટનુ આયોજિત કરવામાં આવ્યુ હતુ. જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને રીયલ ફીનાન્સિયલ વર્લ્ડથી જાગૃત કરવા માટેનો હતો.આ ઇવેન્ટમા વિવિધ પ્રકારની કુલ ૧૦ જેટલી પ્રવૃત્તિઓ યોજવામાં આવેલ હતી.
જેમા શાર્ક ટેન્ક, ઈન્ડિયન બજેટ, ઈનવેસ્ટોપેડીઆ, એસ્કેપ રૂમ, પે યોર ટેકસ વગેરેનો સમાવેશ કરવા મા આવ્યો હતો. આ ઇવેન્ટમા આશરે 500+ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાર્ક ટેંકમાં ઘણાં બધાં વિદ્યાર્થીઓએ પોતાના સ્ટાર્ટઅપ આઈડિયા રજૂ કર્યા. જેમાં જજીસએ તેમને બિઝનેસ મોડેલ વિશે માર્ગદર્શન આપ્યું જેથી એ લોકોને ભવિષ્યમાં સ્ટાર્ટઅપ શરૂ કરવામાં સરળતા રહે.