રાજ્યભરમા છેલ્લા થોડા દિવસોથી મેધરાજાની જોરદાર બેટિંગ ચાલી રહી છે. ચારે તરફ પાણી ભરાઈ ગયા હોવાના દ્ર્શ્યો સામે આવ્યા છે. વાત કરીએ અમદાવાદની તો અહી અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા લોકો હેરાન થઈ રહ્ય છે.
વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ ન ઓસરતા તંત્રના દાવાઓની પોલ ખુલી છે. શહેરના નિકોલ વિસ્તારમાં ચારે તરફ પાણી પાણી જ દેખાઈ રહ્યુ છે. નિકોલમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયુ છે.
અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. પરંતુ સૌથી ખરાબ હાલત નિકોલની છે. અહી વરસાદ બંધ થયાને બે દિવસ થઈ ગયા હોવા છતા પાણી ઉતર્યા નથી.
વરસાદી પાણીએ AMCના અધિકારીઓની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. નિકોલમા પાણી ભરાતા વાહનચાલકો પણ હેરાન થઈ રહ્યા છે.