મનુષ્યમાં પ્રેમ, સ્નેહની અભિવ્યક્તિ જીવનમાં વ્યકત કરી શકાતી હોય છે પરંતુ કેનવાસ પર કંડારેલ આ અભિવ્યક્તિની કલા કૃતિઓ અમદાવાદમાં એક જગ્યાએ જોઈ શકાય તેવું અદભૂત પ્રદર્શન જાહેર જનતા માટે મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા યોજાનાર છે. આ પ્રદર્શન નું મુખ્ય આકર્ષણ એવા નિવડેલ ચિત્રકાર હસમુખભાઈ રાવલ કે જે 74 વર્ષે પણ રોજના 6 થી 7 કલાક ચિત્રો કેનવાસ માં કંડારે છે.
તેઓ શ્રી એ દેશ વિદેશ માં તેમજ એકલા અમદાવાદ માં જ 20 જેટલા ગ્રુપ પ્રદર્શન અને 3 સોલો શૉ કરેલ છે અને તેમનાં ચિત્રો નિહાળતા એક અલગ જ હકારાત્મક ઉર્જા અનુભવાય છે. મુખૌટે ક્રિએટિવ આર્ટ ના ફાઉન્ડર તથા ટ્રસ્ટી શ્રીમતી કોકિલા જી. પટેલ અને નીલુ પટેલ ના અથાગ પ્રયત્નોથી આ પ્રદર્શન માં દરેક વયના દેશ-વિદેશ ( યુ.એસ.એ અને ગુજરાત તથા અમદાવાદ ) ના કલાકારો પોતાની કૃતિ રજૂ કરી છે. આ પ્રદર્શન 10 થી 14 ફેબ્રુઆરી સુધી રોજ 4 થી 8 દરમિયાન વિના મૂલ્યે મુખૌટે આર્ટ ગેલેરી નવરંગપુરા અમદાવાદ ખાતે જાહેર જનતા નિહાળી શકશે..