Ahmedabad NEWS: શ્રી અખિલ હિંન્દ શ્રીમાળી સોની મહામંડળ અમદાવાદ શહેરની (9) નવ મહાસમિતિ સભ્યોની ચૂંટણી આગામી તારીખ 8-9-2024 અને રવિવારના રોજ યોજાવા જઈ રહી છે. જેમા ઉમેદવારી નોંધાવા માટે બુધવારે સાંજ ના 5 વાગે “શક્તિ પેનલ” ના ઉમેદવાર પોતાના સમર્થકો તેમજ સમાજના આગેવાનો તથાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, સમાજના મહાનુભવો તથા સમગ્ર સોની સમાજના અગ્રણીઓની હાજરીમાં અને વિજયમુહર્તમાં ફોર્મ ભર્યું છે.
ત્યારે “શક્તિ પેનલ” ના ઉમેદવારે પોતાના સમર્થનમાં હાજરી આપનારા અને પીઠબળ આપનારા સૌ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સમાજના અગ્રણીઓ પણ આભાર વ્યક્ત કર્યો હતો.