Ahmedabad News: અમદાવાદ ખાતે આવેલ સરદારધામ સંસ્થા કે, છેલ્લા ઘણા વર્ષોથી પાટીદાર સમાજના વિકાસ માટેનું કાર્ય કરી રહી છે. સરદારધામનો મુખ્ય ઉદેશ “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” છે.
સરદારધામના મુખ્ય 5 લક્ષબિંદુ છે જેમાં
૧. સરદારધામ બિલ્ડીંગ પ્રોજેક્ટ (૧૦૦૦૦ દીકરા દીકરીઓને રહેવાની વ્યવસ્થા)
૨. સિવિલ સર્વિસ સેન્ટર (૧૦૦૦૦ દીકરા દીકરીઓને સરકારમાં વહીવટી શેત્રમાં મોકલવાનો લક્ષ)
૩. ગ્લોબલ પાટીદાર બીઝનેસ ઓર્ગેનાઈઝેશન (GPBO) (૧૦૦૦૦ પાટીદાર ઉદ્યોગ સાહસિકો ને એક જ પ્લેટફોર્મ પર જોડાવાનો લક્ષ)
૪. ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમિત (GPBS)
૫. યુવા સંગઠન
સરદારધામના આ ૫ લક્ષબિંદુમાંથી એક લક્ષબિંદુ એટલે ગ્લોબલ પાટીદાર બીઝનેસ ઓર્ગેનાઈઝેશન (GPBO) ૧૦૦૦૦ પાટીદાર ઉદ્યોગ સાહસિકો ને એક જ પ્લેટફોર્મ પર જોડાવાનો લક્ષ
GPBOની એક વિંગ એટલે કે, IGNITER વિંગ જે કેળવણીધામ, નિકોલ, અમદાવાદ ખાતે કાર્યરત છે તેમના દ્વારા તારીખ ૩૦-૦૪-૨૦૨૪ ના રોજ IGNITER વિંગ દ્વારા હોટેલ મીંટ, નિકોલ, અમદાવાદ ખાતે સ્પાર્ક સમિટ ૧.૦ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ૮૦ કરતા વધારે પાટીદાર ઉદ્યોગ સાહસિકો ભેગા થયા હતા અને ધંધાકીય બાબતો પર ચર્ચા વિચારણા તેમજ એક બીજાને ધંધા માં ક્યાં અને કઈ રીતે ઉપયોગી થય શકે, ધંધાકીય નવી તકો ઉભી કરવા આ સમિટમાં ભાગ લીધો હતો સાથે અમદાવાદના ૨ મોટા ઉદ્યોગપતિ જગદીશભાઈ ભુવા (ચેરમેન – પ્રોસેસો પ્લાસ્ટ ENT. પ્રા.લી.) અને એ. કે. માલવિયા (ચેરમેન- લોક પત્રિકા મીડિયા હાઉસ પ્રા.લી.) ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. એમના ધંધાકીય અનુભવ અને માર્ગદર્શન ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવ્યું હતું કે જે તમામ હાજર રહેલા ઉદ્યોગ સાહસિકોને ભવિષ્યમાં ધંધાકીય અને અંગત કાર્યોમાં ઉપયોગી નીવડશે.
IGNITER વિંગના હાલના પ્રમુખ શ્રી ચિંતન વસોયા સાથે વધુ વાતચીત કરતા જાણવા મળ્યું કે, ગ્લોબલ પાટીદાર બીઝનેસ ઓર્ગેનાઈઝેશન (GPBO) માં હાલ માં ટોટલ ૨૦ વિંગ જેમાં અમદાવાદ ૭ વિંગ, મેહસાણા ૨ વિંગ, વડોદરા ૧ વિંગ, સુરત ૭ વિંગ, નવસારી ૧ વિંગ અને મુંબઈ માં ૨ વિંગ તેમજ ટુક જ સમય માં અમદાવાદ, સુરત અને ભાવનગર પણ થોડા જ સમયમાં વધુ ૧-૧ વિંગ શરુ થવાની છે. GPBOમાં હાલ સુધી માં ટોટલ ૯૦૦ કરતા વધારે સ્ત્રી અને પુરુષ ઉદ્યોગ સાહસિકો જોડાયેલ છે અને તેમના દ્વારા એક બીજાને રેફરન્સથી ૮૫૦ કરોડ કરતા વધારેનો બીઝનેસ કરી ચૂકવામાં આવ્યો છે.
GPBOની કાર્ય પદ્ધતિની વિષે આપને જણાવીએ કે, IGNITER વિંગની મીટીંગ gpbo અને સરદારધામ દ્વારા દર મંગળવારે સવારમાં ૭:૩૦ થી ૯:૩૦ સુધી કેળવણીધામ ખાતે હોય છે એજ રીતે બાકી બધી વિંગની મીટીંગ પણ જુદા જુદા વારે અમદાવાદ અને અન્ય શહેરો માં હોય છે.
આ મીટીંગ માં ૭:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધીનો નેટવર્કિંગ નો સમય હોય છે કે જેમાં GPBOના રેગ્યુલર મેમ્બર અને નવા વીઝીટર એક બીજા મળે છે. ૮:૦૦ વાગે મીટીંગની શરૂવાત થાય છે. આ મીટીંગ માં ધંધાકીય પ્રશ્નો ના નિવારણ, સરકાર શ્રી ના નવા નીતિ નિયમો અને સેલ્ફ ડેવલોપમેન્ટ ને લગતા વિષયો પર લર્નિંગ સેસન રાખવામાં છે, દરેક મેમ્બર ને પોતાનો ધંધો ટુક માં રજુ કરવા માટે ૩૦ સેકંડનો સમય આપવામાં આવે છે અને દરેક મીટીંગ માં કોઈ એક મેમ્બર ને વિસ્તારપૂર્વક સમજાવામાટે ૧૦ મિનીટનો સમયપણ ફાળવામાં આવે છે તેમજ આખા અઠવાડિયા દરમીયાન જે મેમ્બર એ સારું કામ કર્યું હોય એમને એવોર્ડ પણ આપવામાં આવે છે.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
આખી વિંગને સુવ્યવસ્થિત ચલાવવા માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને ગ્રુપ કોઓર્ડીનેટરની નિમણુક કરવામાં આવે છે અને તેમના સાથ સહકાર માટે વિવિધ કમિટીઓ બનાવામાં આવે છે કે જેમાં વેલકમ કમિટી, વેબ પોર્ટલ કમિટી, SOP કમિટી, એજંડા કમિટી, મેન્ટર કમીટી વગેરે અને આ બધા જ મેમ્બરનો કાર્યકાળ ૬ મહિનાનો હોય છે. જેથી બધા જ મેમ્બરને લીડરશીપ નો મોકો મળે છે અને સેલ્ફ ડેવલોપમેન્ટ થાય જે GPBOનો મુખ્ય ઉદેશ છે.