સમસ્ત વિશ્વકર્મા વંશજોની એકતાનું પ્રતિક સમી ગુજરાતના 22 થી વધુ જિલ્લાઓમાં કાર્યરત અને 8500 થી વધુ કાર્યકર્તાઓ ધરાવતી વિશ્ર્વકર્મા સમાજના સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતી સમાજની અગ્રણી સંસ્થા પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે સર્કિટ હાઉસ, અમદાવાદ ખાતે પંચાલ (વિશ્વકર્મા)યુવા સંગઠન, ગુજરાત પ્રદેશની પ્રદેશ કારોબારી બેઠક અને અભ્યાસ વર્ગનું આયોજન ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સમાજના દરેક વર્ગના વ્યક્તિઓ માટે શિક્ષણ સેવા અને રોજગાર થકી સમાજના દરેક વર્ગના વ્યક્તિઓના ઉત્થાન માટે પંચાલ યુવા સંગઠન દરેક ક્ષેત્રના વ્યક્તિઓ માટે કાર્ય કરી સમાજને આગળ લાવવામાં મદદરૂપ બની છે. જેમાં વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકો, ક્લાસ 1 ના અધિકારીઓ, તેમજ તજજ્ઞો અને મહાનુભાવો પંચાલ યુવા સંગઠનમાં પ્રદેશ એડવાઝરી કમીટી મેમ્બર તરીકે સંગઠનમાં જોડાયા હતા. જેમાં શ્રી ઓલ ઇન્ડિયા ફાઉન્ડ્રી એસોસિયેશનના પ્રમુખ અને વર્લ્ડ ફાઉન્ડ્રી ઓર્ગેનાઈઝેશન કાઉન્સિલ મેમ્બર શ્રી સુબોધભાઇ પંચાલ અને ISRO માં વર્ગ ૧ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી હીરેનભાઇ પીઠવા સંગઠનના પ્રદેશ એડવાઈઝરી કમિટી મેમ્બર તરીકે સંગઠનમાં જોડાયા હતા.
GTPLના રીઝનલ મેનેજર, આઉટપુટ હેડ શ્રી આશિષભાઇ ગજ્જર પંચાલ યુવા સંગઠનમાં ગુજરાત પ્રદેશ મીડીયા સેલના પ્રમુખ તરીકે સંગઠનમાં જોડાયા હતા. તેમજ ઇન્ટરનેશનલ મોટીવેશનલ ટ્રેનર, ઓથર અને કોચ સુહાગભાઇ પંચાલ પ્રદેશ પ્રશિક્ષક તરીકે સંગઠનમાં જોડાયા હતા. તેમજ પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશના જે હોદેદારોએ સમાજને મદદરૂપ થવા સંગઠનને આપેલ અમુલ્ય યોગદાન બદલ સંગઠનના હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યમાં યોજાનાર આયોજન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને સમાજને આગળ લઇ જવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.