અમદાવાદમા કાલે અચાનક લોકડાઉન જેવો માહોલ જોવા મળતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. મોડી રાત્રે એક કલાક સુધી શહેરના રસ્તાઓ થંભી જતા લોકડાઉન જેવો માહોલ સર્જાયો હતો. લોકો ચિંતામા મૂકાઈ ગયા હતા કે આ શુ થઈ રહ્યુ છે. આ વિશે વિગતે વાત કરીએ તો કન્ટ્રોલ રૂમથી મેસેજ આવ્યો હતો કે, સિલ્વર કલરની કારમાં ચાર લોકો ભાગી રહ્યા છે. તેમનો તાત્કાલિક પીછો કરવામા આવે.
આ બાદ તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ એકશનમા આવ્યા અને ગણતરીની મિનિટમાં ચારેતરફ નાકાબંધી થઈ ગઈ. તાત્કાલિક બેરિકેડ્સ મૂકાયા અને રસ્તા પર જઈ રહેલા તમામ લોકોને અટકાવી ચેકિંગ કરવામા આવ્યુ. આખા શહેરની પોલીસ અચાનક રસ્તા પર ઉતરી આવી હોય તેવુ દ્ર્શ્ય સર્જાયુ હતુ.
જો કે પકવાન ચાર રસ્તા પાસેથી જે કારને શોધતા હતા તે મળી આવી હતી. ગુજરાત પોલીસે જણાવ્યુ કે આ લોકડાઉન પ્રોસેસ કહેવાય છે જે એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પોલીસ કંટ્રોલરૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે. 1 જુલાઈએ જગન્નાથ યાત્રા યોજાવાની છે, તેમાં અગમચેતીના ભાગરૂપે આ પ્રક્રિયા કરાઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ આખા શહેરની પોલીસ જે માટે દોડી પડી તે કારમાથી પોલીસ કર્મીઓ જ નીકળ્યા.