અમદાવાદની ઍસ વી આર્ટસ કોલેજ સેવાના કામ કરવા માટે જાણીતી છે. અવાર નવાર આ કોલેજમાં કામ થતાં રહે છે.
ત્યારે હાલમાં તારીખ.31.12.22 નાં રોજ ઍસ વી આર્ટસ કોલેજનાં વિધાર્થીઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસમાં સફાઈ કરી હતી.
આચાર્યશ્રી અને અધ્યાપક સાહેબોએ હજાર રહી વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો.
તો વળી સાથે સાથે ઍસ વી આર્ટસ કોલેજનાં એન ઍસ ઍસનાં વિધાર્થીઓએ ‘ પ્રકાશ ‘ માનસિક વિકલાંગ બાળકોની નિવાસી શાળાની મુલાકાત લીધી. બાળકો સાથે વાતો કરી. ગીફ્ટ આપી, સાથે ગરબા કર્યા.
આ બન્ને કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડો. ગીતા ગઢવીએ કર્યું અને સાથે ડૉ. શ્રદ્ધા રાય પણ સહભાગી થયા અને વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો.