અમરાઇવાડીમાં દીકરાના મોતનો બદલો લેવા માત-પિતા અને ભાઈએ મળીને એક યુવકની જાહેરમાં હત્યા કરી છે. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે માતા-પિતા અને ભાઈ સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.
હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરાયેલા આરોપી મિલન સોલંકી, પરેશ વણકર, નટુભાઈ સોલંકી અને લક્ષ્મીબેન સોલંકી છે. આ ચારેયે મળીને એક યુવકની જાહેરાતમાં હત્યા કરી છે.
ઘટના એવી છે કે ડિસેમ્બર માસમાં અમરાઇવાડી વિસ્તારમાં મૃતક નવલેશના ભાઈ ગીરીરાજ ઉર્ફે ગોપીએ આરોપીના પુત્ર કિરણ સોંલકીની હત્યા કરી હતી. ગેસ સિલિન્ડરને લઈને થયેલા ઝઘડામાં પુત્રની થયેલી હત્યાનો બદલો લેવા માતા-પિતા અને ભાઈએ ષડયંત્ર રચ્યું હતું, અને દીકરાના હત્યારાનો ભાઈ નવલેશ ઘર નજીકથી પસાર થતો હતો ત્યારે છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી. આ ઘટનાના ઝ્રઝ્ર્ફ સામે આવ્યા છે.
મૃતક નવલેશ પરમાર શાકભાજીનો ધંધો કરે છે. તેના ભાઈ ગિરિરાજ ઉર્ફે ગોપી હત્યા કેસમાં સેન્ટ્રલ જેલમાં છે. પોતાના દીકરા કિરણની હત્યા થઈ જતા માતા લક્ષમી સોલંકી અને પિતા નટુભાઈ સોલંકી આઘાતમાં હતા. જેથી ખૂનનો બદલો લેવા દીકરા મિલન સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું. ગોપીનો ભાઈ નવલેશ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મિલને પોતાના મિત્ર પરેશને બોલાવ્યો હતો. અને તેની પાછળ છરી લઈને દોડાવીને હત્યા કરી હતી.
એટલું જ નહીં નવલેશ ભાગે નહિ માટે લક્ષમીબેનએ સાડીથી બાંધી રાખ્યો અને મિલને છરીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનું પ્રત્યક્ષ દર્શીઓ જણાવતા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે કિરણની મોતનો બદલો લેવા માટે તેના ભાઇ મીલને ગીરીરાજના ભાઇ નવલેશની હત્યા કરી નાખી છે. કિરણની હત્યા માટે ગીરીરાજ જેલમાં છે જ્યારે હવે નવલેશની હત્યા માટે કિરણનો આખો પરિવાર જેલમાં જશે.