સમગ્ર ગુજરાત રાજ્યમા ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે હાઇ વોલ્ટેજ ડ્રામા વાળી વિરમગામ વિધાનસભાની સીટ પર કયો ઉમેદવાર જીતીને આવશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ત્યારે જો જાતીના સમીકરણ પર નજર કરીએ તો…
પટેલ સમાજ – 17થી 18000 વોટ
દલિત સમાજ – 30000 વોટ
ઠાકોર/કોળી પટેલ – 80000 વોટ
મુસ્લિમ સમાજ – 22000 વોટ
ત્યારે હવે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ યુવા ઉમેદવાર હાર્દિક પટેલને ટિકીટ આપીને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર વિરમગામ વિધાનસભાના સિટ્ટિંગ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ પર કળશ ઢોળ્યો છે. બીજી બાજુ આપ પાર્ટીએ અમરશીભાઈ ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરેલાં છે. હવે આ બધાની વચ્ચે અપક્ષ ઉમેદવાર કિરીટ રાઠોડ જે અનુસૂચિત જાતીના ઉમેદવાર તરીકે પોતાની પોતાની ઉમેદવારી નોંધાવી છે જોકે વિરમગામ વિધાનસભામા આશરે 30000 વોટ અનુસૂચિત જાતીના છે.
તો હવે જોવાનુ એ રહેશે કે વિરમગામ વિધાનસભાનો તાજ કયાં ઉમેદવાર પર શોભશે એ તો આવનાર સમયમા જ ખબર પડશે. કેમ કે વિરમગામ વિધાનસભામા ઠાકોર સમાજના મતનુ પ્રભુત્વ છે. જ્યારે આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતના સદસ્ય રહેલા અમરશીભાઈ ઠાકોરને ઉમેદવાર જાહેર કરેલાં છે. તો નવ યુવાન એવાં હાર્દિક પટેલ પર ભારતીય જનતા પાર્ટીએ કળશ ઢોળ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ ઉમેદવાર લાખાભાઇ ભરવાડ ઉમેદવાર તરીકે જાહેર કરેલાં છે. ત્યારે અનુસૂચિત જાતીમાથી આવતાં યુવાન કિરીટ રાઠોડ પણ પોતાની જાતીમા આગવી ઓળખ ધરાવે છે. ત્યારે હવે વિરમગામ વિધાનસભાની ચૂંટણીના પરીણામ પર સૌ કોઈની નજર મંડાયેલી છે.