વરસાદના આગમન સાથે જ સ્માર્ટ સિટીના નામે ચાલતા નાટકનો થયો પર્દાફાશ, અમદાવાદના મોટા ભાગના અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી

Lok Patrika
By Lok Patrika
Share this Article

અમદાવાદ શહેરમાં આજે બપોરથી ભારે વરસાદ શરૂ થયો હતો. શહેરના ત્રણ કલાકમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમરોડ, નારણપુરા વિસ્તારમાં સવારે ૬ વાગ્યાથી ૪ વાગ્યા સુધીમાં ૯ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઓઢવ, વિરાટનગર, રામોલ સહિતનાં વિસ્તારોમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બે કલાક સુધી શાહીબાગ અને ઉસ્માનપુરા સહિત અમદાવાદનાં તમામ અંડરબ્રિજ બંધ કરી દેવાની ફરજ પડી હતી. જાે કે પાણી ઉતરતાની સાથે જ ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરબ્રિજ ખોલી દેવાયા હતા.

ઉતર ઝોનમાં મેમ્કોે, નરોડા, કોતરપુર, સરદારનગર, મેઘાણીનગર સહિતના વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં થલતેજ, ગોતા, સાયન્સસિટી વિસ્તારમાં દોઢ ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે. દક્ષિણ ઝોનમાં મણિનગર, વટવા સહિતનાં વિસ્તારોમાં ૨ ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, ઈસનપુર, ઝ્ર્‌સ્ ,જશોદાનગર,મણિનગર, બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ,રખિયાલ, નિકોલ, રામોલ, વટવા સહિતના વિસ્તારોમા એકથી ડોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આશ્રમ રોડ,ઉસ્માનપુરા, વાડજ,રખિયાલ, ઇન્કમટેક્ષ, ગોમતીપુરમાં એક કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ઓઢવ, વિરાટનગરમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો. જ્યારે મેમકો,કૃષ્ણનગર,અમદુપુરા, સરસપુર, મણિનગર, સૈજપુર,જમાલપુર,ગાયકવાડ હવેલી વિસ્તારમાં એકથી ડોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.અમદાવાદમાં એક ઇંચ વરસાદમાં જળબંબાકાર સર્જાતો હોય છે, કોર્પોરેશન ખાલી મોટી મોટી વાત કરતું દર વખતે ઝડપાય છે તેવામાં ૨થી ૫ ઇંચ જેટલો વરસાદ પડી જતા નાગરિકો ભારે હાલાકીમાં મુકાયા હતા. દ્વિચક્રી વાહનોથી માંડીને મોટા મોટા ટ્રક સહિતનાં વાસનો ફસાયા હતા. ક્યાંય પાણીના કારણે બંધ પડ્યા હતા. ક્યાંય પાણીના કારણે ટ્રાફીક જામ તો ક્યાંક ભુવા અને ઝાડ પડવાના કારણે ટ્રાફ જામની સમસ્યા સર્જાઇ હતી. જેના કારણે સતત ધબકતા રહેતા અમદાવાદની ગતિ એક દિવસ માટે જાણે થંભી ગઇ હોય તેવું લાગ્યું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly