Ahmedabad News: જે દોરી કવચ માર્કેટમાં 50 રૂપિયામાં મળે છે તે આ સંસ્થા વિના મૂલ્યે લગાવી આપે છે. યંગ ઇન્ડિયન્સ સંસ્થા અને આઈ.પી.એસ સફિન હસન દ્વારા આ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. 7 દિવસથી આ કામ અલગ અલગ વિસ્તારમાં ચાલુ છે. મકરસંક્રાંતિ પહેલા 5000 દોરી કવચ લગાવવાનો ટાર્ગેટ છે.
અમદાવાદના સારંગપુર વિસ્તારમાં યંગ ઇન્ડિયન્સ સંસ્થા અને IPS સફિન હસનની સાથે મળીને દોરી કવચ લગાવવાની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. છેલ્લા 7 દિવસથી અલગ અલગ વિસ્તારમાંઆ કામ કરવામાં આવે છે. કુલ 5,000 દોરી કવચ લગાવવાનો ટાર્ગેટ છે.
WHOના ડરામણા અહેવાલથી સાવધાન… કોવિડના નવા સ્વરૂપ JN.1ને કારણે ગયા મહિને 10,000 લોકો મોત!
આતંકવાદીઓના નિશાના પર રામ મંદિર, રાજકારણીઓ પર પણ મોટો ખતરો, ગુપ્તચર એજન્સીઓ હાઈ એલર્ટ પર મુકાઈ
આજે તારીખ 10 જાન્યુઆરીના રોજ સારંગપુર બ્રિજ પાસે 1,000 દોરી કવચ લગાવવામાં આવ્યા છે. જેમા સ્થાનની મદદ કરવા માટે ટ્રાફિક પોલીસ પણ મદદરૂપ બને છે. જેમા ASI ઝીણાભાઈ અલગોતર, TRB મયુરસિહ પૂવર તથા સંસ્થા દ્વારા મોકલવામાં આવેલા શ્યામ કુમાર, રાજ દુબે, છત્રસિંહ આજ સાંજે રોજ ચાર વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યું હતું જે સાંજે સાત વાગ્યા સુધી ચાલ્યુ હતું.