ભવર મીણા ( પાલનપુર ): સૂર્યોદય સાથેજ અગન ગોળા ની જેમ ગરમી પડી રહી હોવાથી ઉત્તર ગુજરાત ના લોકો પરસેવે રેફજેફ થઈ રહ્યા છે.જોકે ગરમી ના સમય કામ વગર ઘર થી બહાર નીકળવા ની સલાહ આરોગ્ય વિભાગે આપી છે.તો સાથે સાથે શુદ્ધ પાણી અથવા ઓ.આર.એસ સાથે પાણી લેવા ની સલાહ આપવા માં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે થી ત્રણ દિવસ સુધી 44 થી 48 ડીગ્રી તાપમાન નોંધાવવા ના સંકેતો અપાયા છે.ત્યારે સૂર્યોદય સાથે ગરમ ગરમ લુહ અને દેહ દઝાડતી ગરમી ને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.છેલ્લા કેટલાક દિવસ થી ગરમી નો પારો 44 થી 45 ડીગ્રી નોંધાઇ રહ્યો હોવાથી સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ માં ઝાડા ઉલટી ના દર્દીઓ માં પણ વધારો નોંધાઇ રહ્યો છે.
ડુંગરો ની હારમાળા અને રાજસ્થાન ને અડી ને વસેલા અમીરગઢ તાલુકા માં ગરમી 44 ડીગ્રી એ પહોંચી જતા લોકો વગર બજારો ના માર્ગો સુમસાન જણાઈ રહ્યા છે તો વળી બીજી તરફ ગરમી થી રાહત મેળવવા લોકો ઠંડા પીણાં નો આશરો લેવા મજબુર બન્યા છે.દેહ દઝાડતી અને લમણા ફોડતી લુહ થી બચવા માટે લોકો આયુર્વેદ ઉપચાર લઈ રહ્યા છે જ્યારે કામ વગર લોકો ને બહાર ન નીકળવા તબીબો સલાહ આપી રહ્યા છે.જોકે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માં ગરમી નો પારો 48 ડીગ્રી સુધી પહોંચવા ના સંકેતો આપવા માં આવતા લોકો ની ચિંતા માં વધારો થયો છે.
ગરમીથી બચવા શુ કરશો ?
અગન વરસાવતી ગરમી થી બચવા માટે શરીર ઢંકાય તે રીત ના વસ્ત્રો પહેરવા , શુદ્ધ પાણી પીવું,બને ત્યાં સુધી ઓ આર એસ સાથે પાણી પીવા નો આગ્રહ રાખો બપોર ના સમય ઘરે થી નીકળવા નું ટાળવું જોઈએ તેમ આરોગ્ય વિભાગ ના સૂત્રો એ જણાવ્યું છે.
ખોરાક લેવા માં કાળજી રાખવી જોઇએ ?
છેલ્લા બે અઢી વર્ષ થી કોરોના ને લઈ લગ્નો થયા ન હતા જેથી હાલ લગ્નો ની સીઝન પુર જોસ માં ચાલી રહી છે.તો બીજી બાજુ ગરમી એ પણ માજા મૂકી હોવાથી હળવો ખોરાક જેમાં છાસ અને પાણી વધુ પીવા નું રાખવું જોઈએ.