ગુજરાતમાં IT વિભાગે મોટી કાર્યવાહી કરી છે. 130 સ્થળોએ એકસાથે IT વિભાગે સપાટો બોલાવ્યો છે જ્યા જ્યા લોન્ડરિંગનું કામ કરનારાઓ IT વિભાગની નજરે ચડ્યા હતા. આવા લોકો ચેરિટેબલ ટ્રસ્ટ બનાવીને મની લોન્ડરિંગનો ખેલ ખેલી રહ્યા હોવાનો શક જતા આ કાર્યવાહિ કરવામા આવી છે. ખાલી અમદાવાદના જ 90 જેટલાં સ્થળોએ IT વિભાગે કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ ગોલ્ડમાઈન સિક્યોરિટીઝ અને સિલ્વર ઓક કોલેજમાં દરોડા પાડ્યા છે. આ સિવાય રાજકીય ફંડીંગ પર ઈન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. માત્ર ગુજરાતમા જ નહી દિલ્હી સહિત આખા દેશમા આ કાર્યવાહી કરવામા આવી છે જેમા દેશના અંદાજે 50થી વધુ અલગ-અલગ ઠેકાણાઓ સામેલ છે. આ દરમિયાન 300થી વધારે પોલીસકર્મી તૈનાત રહ્યા અને CRPFના જવાનો પણ જોવા મળ્યા છે.
ગુજરાત સિવાય આ કર્યવાહી દિલ્હી, હરિયાણા, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમા પણ કરવામા આવી છે. આ સાથે વાત કરીએ અમદાવાદની તો અહી IT વિભાગના નિશાના પર શિક્ષણ સંસ્થા રહી છ. સિલ્વર ઓક યુનિવર્સિટીમાં IT વિભાગે ચાલુ વર્ગમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દઇ દરોડા પાડ્યા હતા.
કહેવામા આવી રહ્યુ છે કે જ્યારથી આ કૉલેજને યુનિવર્સિટીની માન્યતા મળી પછીથી અહી મોટાપાયે કૌભાંડ ચાલી રહ્યા છે. નવા કોર્સ શરૂ કરીને અસંખ્ય એડમિશન આપવામા આવી રહ્યા છે. મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન સામે આવતા આવકવેરા વિભાગે આ દરોડા પાડયા છે.