બોટાદના લઠ્ઠાકાંડને લઈને અમદાવાદના પીપળજમાં આવેલી AMOS કંપની હવે ચારેતરફ ધેરાઈ છે. પોલીસે AMOS કંપનીના ચારેય સંચાલકોને સમન્સ અપાયુ હોવાના સમાચાર સામે અવ્યા છે. આ ચારેય સંચાલકોના નામ પંકજ પટેલ, સમીર પટેલ તથા રજિત ચોક્સી, ચંદુ પટેલ છે. આ સાથે એ વાતનો પણ ખુલાસો થયો છે કે લઠ્ઠાકાંડનો આરોપી જયેશ કે જે AMOS કંપનીમાં કામ કરતો હતો. જયેશે બુટલેગરને જે દારૂ મોકલતો તેની સાંકળો આ કંપની સાથે જોડાયેલી છે.
તે આ મિથેનોલનો જથ્થો AMOS ફેક્ટરીમાંથી જ સપ્લાય કરાતો અને બીજી તરફ આ AMOS કંપની AMCના લાયસન્સ રિન્યુ કર્યા વગર ચાલતી હોવાનો પણ ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ AMOS કંપનીનો માલિક સમીર પટેલના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે સારા સબંધ છે અને સમીર પટેલ પોતે પણ બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે.
આ બધી વાતનો ફાયદો ઉઠાવી લાયસન્સ રિન્યુ કર્યા વગર કંપની ચલાવતો રહ્યો. ઉલ્લેખનીય છે કે જયેશ ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપતો અને તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચતા હતા.