અમદાવાદમાં એક 65 વર્ષના વૃદ્ધ અનોખી સેવાનુ કાર્ય કરી રહ્યા છે. આ માટે તેઓ આ ઉમરે પણ સવારે પાંચ-છ વાગ્યે તો પોતાના સ્થાન પર લોકોની સેવા કરવા પહોચી જાય છે. તેઓ આ કામ 12 વર્ષથી કરી રહ્યા છે. આ વિશે વિગતે વાત કરીએ તો બાબુભાઈ વાળંદ નામના આ વ્રુદ્ધ રહીશોને આરોગ્યપ્રદ જ્યૂસ પીવડાવે છે. બાબુભાઈ અમદાવાદમાં CTM વિસ્તારમાં જોગેશ્વરી BRTS સ્ટેન્ડ સામે ફૂટપાથ વહેલી સવારે જુદા જુદા જ્યુસ સાથે આવી જાય છે.
મળતી માહિતી મુજબ બાબુભાઇ દસ પ્રકારના જ્યૂસ બનાવે છે જેમા કડવું કરિયાતું, આમળાં, બીટ, ગાજર, દૂધી, કારેલાં, લીમડાં, મેથી અને આદુંનો સમાવેશ થાય છે. આ તામ જ્યૂસ બનાવવા માટે તેઓ રાત્રે અઢી વાગ્યે ઊઠે છે અને જ્યુસને બનતા બેથી અઢી કલાક સમય લાગે છે જેમા તેમનાં પત્ની શાંતાબેન તેમને મદદ કરે છે. બાબુભાઇ વિશે વાત કરીએ તો તેઓ વર્ષો અગાઉ મિલમાં નોકરી કરતા હતા અને બાદમા શાકભાજીની લારી ચલાવતા હતા. આ બાદ તેમને જ્યૂસ બનાવવાનો ધંધો ચાલુ કર્યો.
નવાઈની વાત એ છે બાબુભાઈનો આ ધંધો સાવ રામભરોસે ચાલે છે. લોકો જ્યૂસ પીવે છે પછી પૈસા આપે કે ન આપે તેઓ માંગતા નથી.
જો કે ઘણા એવા લોકો પણ છે જેઓ જ્યુસ પીવા અહી ઘણે દૂર દૂરથી આવે છે. અહી આવનારા લોકોમા સામાન્ય લોકોથી લઈને અધિકારીઓ પણ સામેલ છે.
લોકો તેમને વિસ્તારનું હરતુંફરતું આરોગ્ય કેન્દ્ર કહેવા કાગ્યા છે. અહી જયુસ પીવા આવનારા લોકો કહે છે કે અમે વર્ષોથી કોઈ દવા લીધી નથી, કારણ કે હું દરરોજ બે ગ્લાસ જ્યૂસ પીવું છું. તેમના ગ્રાહકોમાં ડૉક્ટર પણ સામેલ છે. પાંચ રૂપિયામાં આ રીતે લોકોના આરોગ્ય માટે કામ કરનાર કોઈ અમે જોયા નથી તેવુ લોકો કહે છે.