અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે શહેરના નાગરિકોને જ્યાં સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યાઓથી હેરાન થવુ પડશે કારણ કે હાલ થલતેજમાં મેટ્રો ટ્રેનની કાર્યવાહીને પગલે થલતેજ તાલાબ સુધીનો રસ્તો એક વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી મુજબ આગામી 12 મહિના સુધી આ કામગીરી ચાલુ રહેશે અને જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. શહેરમા મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ હાલ અનેક વિસ્તારોમા ચાલી રહ્યુ છે જેના કરાણે થતી ટ્રાફિક જામની તસવીરો પણ સામે આવતી રહે છે. હવે અન્ય એક માર્ગ વર્ષ માટે બંધ રહેતા અનેક મુસાફરોનો સમય વેડફાશે.