રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા દરેક જિલ્લામાથી સામે આવી રહી છે. આ વચ્ચે આજે પશુમાલિકો માટે AMCએ એક નોટિસ જાહેર કરી છે. હાઇકોર્ટની લાલ આંખ કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમા આવ્યુ છે અને શહેરના તમામ પશુમાલિકોને માટે જાહેર નોટિસ આપવામા આવી છે. AMC દ્વારા પશુ માલિકોને ઢોરને લઈને કડક આદેશ નીચે મુજબના આપવામાં આવ્યા છે.
• તમામ પશુ માલિકોએ પોતાની પાસે રહેલા પશુઓનું ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.
• જે પણ પશુઓને ટેગ લાગેલા નહીં હોય તેમને મુક્ત કરવામાં આવશે નહીં
• પશુ માલિકોએ ખુલ્લી જગ્યાઓમા પોતાના પશુઓને રાખવા નહીં
• કોઈ પણ સ્થળે પશુઓની અવર-જવરથી ટ્રાફિક ન કરવો
• જ્યા પશુ રાખવામા આવે છે તે સ્થળને સ્વચ્છ રાખવુ.
• જાહેર સ્થળો પર પશુને ઘાંસચારો નાખવો નહીં કે નાગરિકોએ પણ ખાદ્યપદાર્થ આપવો નહીં.
આ અગાઉ સુરતમાં માલધારી સમાજે ગેરકાયદેસર તબેલાઑ તોડી પડાતા આંદોલન શરૂ કરી દીધુ હતુ. આ બાદ સરકાર ઝૂકી હતી અને
CR પાટીલ સાથે બેઠક બાદ આંદોલન સમેટવામાં આવ્યું છે. બેઠકમા નિર્ણય લેવામાં આવ્યો હતો કે દિવાળી સુધી અન્ય કોઈ જ તબેલા તોડવામાં આવશે નહીં. આ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમા આવ્યુ છે.