તહેવારોનો માહોલ શરૂ થઈ ગયો છે. આ વચ્ચે દીવાળીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા જે અંગે તમારે ખાસ ધ્યાન રાખવુ પડશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ફટાકડા ફોડવા અંગે સમય નક્કિ કરવામા આવ્યો છે. વડોદરામાં દિવાળીને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યતા માહિતી આપી છે કે શહેરમા રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
આ નિયમો 21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધી અમલી રહેશે. વડોદરમા આ ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ પ્રતીબંધ રાખવામા આવ્યો છે. મળતી માહિતી મુજબ PESO સંસ્થા માન્ય ફટાકડાનું જ વેચાણ કરી શકાશે.
આ સાથે વાત કરીએ અમદાવાદની તો શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કહ્યુ છે કે શહેરમાં રાત્રિના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, પ્રદુષણ અને ઘન કચરો ફેલાવ નહી, ઓનલાઈન ફટાકડાની ખરીદી-વેચાણ ઉપર પ્રતિબંધ રહેશે.
બીજી તરફ રાજકોટમાં પણ રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો હોવાના સમાચાર છે. આ સિવાય જાહેરનામામાં કહેવામા આવ્યુ છે કે ઇ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા, ભારે ઘોંઘાટવાળા ફટાકડા, વિદેશી ફટાકડા આયાત-વેચાણ પર પ્રતિબંધ રહેશે.
આ સાથે રાજકોટના જાહેરનામા માહિતી અપાઈ છે કે નેશનલ હાઈવે – 8(બી) પર આવેલા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તથા મેટોડા જી.આઈ.ડી.સી વિસ્તારની 500 મીટરની હદમાં તથા જ્વલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળથી 100 મીટરની હદમાં દારૂખાનું કે ફટાકડા ફોડવા નહીં. જાહેર સ્થળોની 100 મીટરના ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન માની ફટાકડા ફોડવા નહી. આ જાહેરનામું 9 નવેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે.