Happy 613th Birthday અમદાવાદ:
મનગમતી મસ્તીનું શહેર અમદાવાદ
અલબેલી વસ્તીનું શહેર અમદાવાદ
તારું ને મારું આ શહેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ
હાથોમાં એનાં છે મહેંદીની ભાત સમી
સીદી સૈયદની કોતરણી
રોશનીથી ઝગમગતું કાંકરિયા Lake જાણે
એનાં રે નાક કેરી નથણી
માણેકચોક એનું દિલ બની ધડકે ને
C G Road મન બની મહેકે
મિલોની Siren ને વાહનનાં Horn રોજ
એનો અવાજ બની ગહેકે
ભદ્દરકાળીની છે મ્હેર અમદાવાદ
ખાણીપીણી ને લીલાલ્હેર અમદાવાદ
તારું ને મારું આ શહેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ
Googleની Site પર લાગે છે મોટું
પણ દિલમાં સમાય એવું નાનું
High Rise Buildingsની ગોઠવણી એવી
જાણે ઊભું છે ખાના પર ખાનું
બાર બાર દરવાજા, દેરાં, હવેલી
જાણે જીવતાં નખશીખ કોઈ ચિત્રો
કીટલીની પહેલી મુલાકાતમાં જ તમને
મળી જાય કાયમનાં મિત્રો
નિત નવાં રંગોનું શહેર અમદાવાદ
ઊડતાં પતંગોનું શહેર અમદાવાદ
તારું ને મારું આ શહેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ
આ શહેરનાં Biodataમાં છે
IIM, NID, CEPT જેવી Degree
Fashion, Textile કે Computer હોય
કોઈ વાત એને લાગે ના અઘરી
ISROની ખુલ્લી અગાસી પર જઈએ
તો ચાંદ હવે લાગે છે પાસે
BRTSમાં કરીએ સવારી તો
Future પણ હાથવગું ભાસે
સોનાં ને ચાંદીનું શહેર અમદાવાદ
સૌની આઝાદીનું શહેર અમદાવાદ
તારું ને મારું આ શહેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ