અમદાવાદ: હેલ્મેટ વગર, રોંગ સાઈડ, ઓવરસ્પીડિંગ કરતા હોય તો આજે જ સુધરી જજો.. પોલીસ આવી એક્શન મોડમાં, ત્યાં જ ભરવો પડશે આકરો દંડ!

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad Traffic News (સાગર કલસરિયા): અમદાવાદ શહેર અને જિલ્લામાં મંગળવારથી શરૂ થયેલા રાષ્ટ્રીય માર્ગ સલામત મહિનાની શરુઆતના પ્રથમ દિવસે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીશ અને કરાવીશ ઉપરાંત અકસ્માત સમય કોઈને મદદ કરીશના શપથ સાથે આપી કાર્યક્રમની શરુઆત કરાઇ હતી.

રાજ્યભરમાં 16 જાન્યુઆરીથી લઈ 13 ફેબ્રુઆરી સુધી ચાલનાર માર્ગ સલામતી ઉજવણીના કાર્યક્રમો કરવામાં આવશે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પણ સ્કૂલ અને કોલજેના બાળકોમાં અવેરનેશથી લઇ નિયમનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે મેગા ડ્રાઈવ કરાશે.

ઉપરાંત રેલી સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. સામાન્ય રીતે ઉતરાયણ પૂર્વે રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણી થતી હોય છે. પરંતુ આ વખતે ઉતરાયણ પછી જાહેરાત થતાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકોને પતંગ કે ગળાના બેલ્ટ જેવી વસ્તુઓનું વિતરણ નહીં થાય.

એક મહિનો ચાલનાર માર્ગ સલામતીના કાર્યક્રમમાં સ્કૂલ-કોલેજમાં સેમિનાર, માર્ગ સલામતિ બાબતે જન જાગૃતિ, નારોલ તેમજ વટવા ઔદ્યોગિક વિસ્તારમાં રોડ શેફટી અવેરનેસ, એન્ફોર્સમેન્ટની કામગીરી, ધ્વજ વંદન કાર્યક્રમ, રેલી, એસ.ટી.-ટ્રક ડ્રાઈવરોને માર્ગ સલામતીની તાલીમ, નારોલમાં ટ્રાન્સપોર્ટનગર ખાતે સેમીનાર, મેડિકલ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અકસ્માત, બાબતે તજજ્ઞ તબીબ દ્વારા સેમિનાર, આઈટીઆઈ ખાતે સેમિનાર, ટ્રેક શો, હેલ્મેટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.

“વન નેશન, વન ચલાન”

તમને જણાવી દઈએ કે, ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ઈ ચલણ પણ ન ભરનારા વાહનચાલકોને માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા પ્રોજેક્ટ હેઠળ નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિકનું ભંગ કરતા લોકોને કોર્ટમાં અને જેલમાં પણ જવું પડી શકે છે. હાલમાં દેશભરમાં 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લીકેશનમાં ઈ-ચલણ એપ્લિકેશન 16 જાન્યુઆરી એટલે કે આજથી જ શરૂ કરવામાં આવી છે.

7 લાખમાંથી 1 લાખ જ દંડ ભરે છે

અમદાવાદ શહેરમાં દર વર્ષે સરેરાશ 7 લાખ વાહનચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ ચલણ આપવામાં આવે છે. જેમાંથી માત્ર 1 લાખ લોકો જ દંડની રકમ ભરે છે. જેથી વાહનચાલકો તાત્કાલિક દંડ ભરે તે હેતુથી બુધવારથી અમદાવાદમાં ઈ-ચલણ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરાઈ છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધંન કરનારને મેસેજથી ઈ -ચલણ આવશે.

ઓ બાપરે… પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઈલ ખરીદવું થયું ઘણું સસ્તું, જાણો તમારા શહેરમાં શું છે ભાવ?

“એ તો સરકારી બસ છે, રિસાય પણ અને ખોટકાઈ પણ” ડબલડેકર બસ 10 દિવસમાં જ ખોટકાઈ, 55 મુસાફરે 45 મિનિટ બેસી રહેવું પડ્યું

કિંજલ દવેને ચાર-ચાર બંગડીવાળી ગાડી પડી મોંઘી, કોર્ટના હુકમના તિરસ્કાર બદલ ફરિયાદીને 1 લાખ ચૂકવવા હુકમ, નહીંતર જેલ આવવા નિમંત્રણ

આ વખતે માર્ગ સલામતી દરમિયાન હેલ્મેટનું મફત વિતરણ કરાય છે. જે મોટાભાગે વાહન ડિલરો જ પૂરા પાડે છે. આ વખતે વાહન ડિલરોએ હેલ્મેટની સંખ્યા ઘટાડી દીધી છે. જેથી અમદાવાદની ત્રણેય આરટીઓ કચેરીઓ દ્વારા ડિલરોને માર્ગ સલામતી કાર્યક્રમમાં સહયોગ આપવા અપીલ કરી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન ડીલરો સહયોગ નહીં આપે તો આ અંગે વાહનવ્યવહાર કમિશનરને લેખિત જાણ કરાશે.


Share this Article