અમદાવાદના બે જાણીતા બિઝનેસમેન ચિરંજીવ પટેલ અને માધુપુરા મસાલા માર્કેટ ના વેપારી હિરેન ગાંધીએ વિદેશમાં તેમનું નામ રોશન કર્યું છે ચિરંજીવ પટેલ એક સફળ બિઝનેસમેનની સાથે અમદાવાદ સીટી બેઝ આંતર પેન્યોર પણ છે અને તાજેતરમાં જ એડવાઈઝર ફોર સાઉથ રીજીયન કોમનવેલ્થ યુથ સ્પોર્ટ્સ ફોર ડેવલોપમેન્ટ એન્ડ પીસમાં નિમણૂક કરાઇ છે.
તેઓ તેમની સેવાનો પૂરો લાભ આપશે અને ડેપ્યુટી ચીફ ઓફ કોમનવેલ્થ ના સેક્રેટરીએટ દ્વારા યુકેના હેડક્વાર્ટર માં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેઓ તેમની સેવાનો પૂરો લાભ આપશે અને સન્માન કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું કે આ એક મોટી જવાબદારી છે અને આ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ.
ચિરંજીવ પટેલે યુકેના તેમના પ્રવાસ દરમિયાન હેનલી બિઝનેસ સ્કૂલમાં મુખ્ય પ્રવક્તા તરીકેનું પણ આમંત્રણ મળ્યું હતું તેમણે ભારતના ઉદ્યોગ સાહસિકો વિશે વિદ્યાર્થીઓને માહિતી પણ આપી હતી. દેશ વિદેશમાં તેઓ હંમેશા પ્રવચન આપવા માટે જતા હોય છે અને તેમના પ્રસન્નશકોમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે..
અમદાવાદના માધુપુરા મસાલા માર્કેટના જાણીતા વેપારી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ની ફૂડ કમિટીના પૂર્વ ચેરમેન હિરેન ગાંધીને વિયટનામની રાજધાની હનોઇમાં રેસ્ટોરન્ટ હોટલ અને રિસોર્ટ ના ચેન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે હવે વિયટનામ પ્રવાસે જતા ગુજરાતીઓને અને સ્થાનિક લોકોને પણ જૈન ઉપરાંત ગુજરાતી જમવાનું મળશે.
Free Netflix પ્લાન લાવીને મુકેશ અંબાણીએ મચાવી ધમાલ! રોજનો 2GB ડેટા, જિયો યૂઝર્સ સ્તબ્ધ
ગુજરાતમાં ઠંડી આ તારીખથી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ થીજવતી ઠંડીની ચેતવણી
ગુજરાતી ફૂડ ની સાથે દર રવિવારે પ્રવાસીઓને ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમો અને મંદિરોની વિશેષ પ્રસ્તુતિ જોવાનો પણ અવસર મળશે . હિરેન ગાંધીના સહયોગથી ભારત અને વિવેક નામના વચ્ચે વેપાર પણ વધશે અને તે ઉદ્દેશીને વિવિધ વ્યાપારિક બેઠકોની વ્યવસ્થા પણ કરાઈ છે પ્રવાસીઓને જૈન ફૂડ ની સાથે ગુજરાતી જમવાનું મળશે તેના માટે અલગ રસોડા ભારતીય મીઠાઈઓ તેમજ હોટલના રૂમમાં અને હોમ ડીલીવરી પણ મળશે