આ અગાઉ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, NID અમદાવાદમાં 24 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા જે બાદ સંસ્થાને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી હતી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં 167 રૂમમાં રહેતા તમામ 180 વિદ્યાર્થીઓના બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
આ બાદ હવે ફરી સમાસાર મળી રહ્યા છે કે અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સને બે વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે. આ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બદ શાળા અને તંત્ર દોડતુ થયુ છે. હાલ શાળાને બંધ કરી દેવામાં આવી છે. ફરી એકવાર રાજ્યભરમા કોરોના કેસો વધી રહ્યા છે. આ સાથે દેશમા પણ કોરોના ફેલાઈ રહ્યો છે.