સતાના નશામાં ચુર થઈને ફરવું એ ભલભલા લોકોના વ્યવહારમાં આવી જતું હોય છે. ભાજપમાં જોડાતા જ ગાયક વિજય સુવાળાનો પાવર પણ વધ્યો અને કંઈક એવું જ જોવા મળ્યું છે. પોલીસે સુવાડાની ગાડી અટકાવી હતી. તો વિજય સુવાળા પોલીસ કોન્સ્ટેબલ પર ગરમ થઈ ગયા, વાત એટલેથી અટકી નહીં અને વિજય સુવાળાએ પોલીસ કોન્સ્ટેબલને ધમકી પણ આપી કે ડાંગ જિલ્લામાં બદલી કરાવી નાખીશ તારી.. ત્યારે હવે આ વીડિયો અને ઘટના ખુબ વાયરલ થઈ રહ્યા છે. જ્યારે વિજય સુવાળા AAPમાં હતા ત્યારે સામાન્ય લોકોના હક્કની વાતો કરતા હતા અને હવે તમે જ જોઈ લો એમના તેવર…
વિજયે ભાજપમાં જ્યારથી એન્ટ્રી લીધી પછી એમનો પાવર બતાવવા લાગ્યા છે. રસ્તા પર પોલીસકર્મી કાયદાનું પાલન કરાવવા જ ઊભા હતા પણ નેતાની ગાડી હોય એટલે ‘ઓટોમેટિક’ તણખા ઝરે અને છેલ્લે બદલી સુધી વાત તો પહોંચી જ જાય એ આપણે સૌ જાણીએ છીએ. એટલે આ વખતે પણ એવું જ થયું.
જે વીડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે એમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી વિજય સુવાડાને એ પણ કહી રહ્યો છે કે ડાંગ બદલી કરાવી દઈશ તેનો મતલબ શું છે. વિજય સુંવાળા અને પોલીસકર્મી માથાકૂટ શાંત પડતાં તે ગાડી હંકારી પણ મૂકે છે. બાજુની સીટમાં મનું રબારી પણ બેઠા હતા. ત્યારે હવે સવાલ એ છે કે શું વિજય પર કોઈ એક્શન લેવામાં આવશે કે કેમ?