Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યાં દરેક શુભ કાર્ય તેમજ મુહૂર્તને ધ્યાને રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. શુભ પ્રસંગે અને ધાર્મિક કાર્યમાં મુહૂર્તને ખાસ પ્રાધાન્ય અપાતું હોય છે. ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિદ્વાનો પાસે મુહૂર્ત માટે અભિપ્રાય મંગાયા હતા.
દેશભરમાંથી 8 થી 10 જેટલા વિદ્વાનો પાસેથી અભિપ્રાય મંગાયા હતા. જેમાં 8 થી 10 વિદ્વાનોમાં ગુજરાતનાં 21 વર્ષીય વિશ્વ વોરાએ પણ પોતાનો અભિપ્રાય મોકલ્યો હતો. વિશ્વ વોરા સાબરમતી હેમચંદ્રાચાર્ય ગુરૂકુળ ખાતે અભ્યાસ કર્યો છે. વિશ્વ વોરો જ્યોતિષી અને ગ્રંથો સહિત અનેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી છે. વિશ્વ વોરાનાં અભ્યાસને ધ્યાને રાખીને તેમની પાસેથી અભિપ્રાય મંગાયો હતો.
તમને જણાવી દઈએ કે, અન્ય વિદ્વાનો સાથે વિશ્વ વોરાનો પણ અભિપ્રાય એક સરખો જ હતો. જેના મત મુજબ 22 જાન્યુઆરીએ 12.22 મિનિટે મુહૂર્ત નક્કી કરાયું છે. માત્ર 88 સેકન્ડનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું હોવાની વાત છે.
શિયાળામાં બીમારીઓથી દૂર રહેવું હોય તો કરો આ વસ્તુઓનું સેવન, તમારા શરીરને મળશે પૂરતા પોષક તત્વો
આ મુહૂર્તમાં વશિષ્ઠ મહાઋષિએ ભરત મહારાજાને રામ રાજ્ય અભિષેક કરાવ્યો હોવાની વાત છે. તેમજ આ મુહૂર્તમાં ઈન્દ્ર તેમની ગાદી પર બિરાજમાન થયાની વાત છે.