Ahmedabad News: અમદાવાદમાં ગોદરેજ ચાર રસ્તા પાસે આજે એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ ખાતે રહેતા અશોકભાઈ નામક વ્યક્તિ જગતપુર બ્રિજ ઉતરતા ગોદરેજ ચાર રસ્તા બાજુ જઈ રહ્યા હતા. ત્યારે બપોરે આશરે 12:00 કલાકે પાછળથી એક અજાણ્યું ડમ્પર આવીને ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે મોટરસાયકલ પર બેઠેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે તેમ મૃત્યુ પામ્યું હતું અને ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો.
આ સમગ્ર બાબતની જાણ એલ. ડિવિઝન ટ્રાફિક સ્ટેશનને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. પોલીસે પીઆઇ એમઆર પટેલના માર્ગદર્શન હેઠળ દમ પર ચાલકની શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી અને આ અકસ્માત કરનારને ઝડપી પાડ્યો હતો. આ અકસ્માત અંગે વધુ પૂછપરછ હાથ ધરતા આ ટ્રકના માલિકનું નામ રાકેશ પટેલ જાણવામાં આવી રહ્યું છે અને હવે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Ayodhya: PM મોદી અચાનક એક ગરીબ પરિવારના ઘરે પહોંચ્યા, જાણો કોણ છે આ મહિલા?
તમને જણાવી દઈએ અમદાવાદ સહિત રાજ્યભર અન્ય વિસ્તારોમાં હિટ એન્ડ રનના બનાવો બનતા જ રહે છે. પરંતુ અમદાવાદ એલ. ડિવિઝનના પોલીસ જવાનોએ ગણતરીના કલાકોમાં જ આ ઇસમને પકડીને પોલીસ વિભાગ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.