અમદાવાદની એક નાનકડી બાળકીએ એવી બહાદુરી બતાવી છે કે આજે સૌ તેના વખાણ કરી રહ્યા છે. આ બહાદુરી બદલ છ વર્ષની આ ભૂલકીને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ 26 જાન્યુઆરીએ મળવાનો છે. આ બહાદુરી બાળકી વિશે વાત કરીએ તો તેનુ નામ વિરાંગના ઝાલા છે અને તે અમદાવાદના રાજપથ ક્લબ પાસે પાર્ક વ્યૂની રહેવાસી છે. 7 ઓગસ્ટ, 2022ના દિવસે પાર્ક વ્યૂ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ દરમિયાન વિરાંગના ફર્સ્ટ ક્લાસમાં ભણતી જ હતી. વીરાંગના ટીવી જોતી હતી અને તેણે રિમોટ દબાવતા જ તેમાંથી એક સ્પાર્ક થયો.
આ બાદ તરત જ તે સ્પાર્ક આગ બનવા લાગ્યો અને થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આ સમયે વિરાંગનાએ ડરથી ચીસો પાડવા કે રડવાને બદલે તરત જ આસપાસના લોકોને અહી આગ લાગી હોવાની ચેતવણી આપી દીધી. તેની આ સમજદારીને કારણે કોઈ જાનહાનિ ન થઈ. વીરાંગનાએ તેના પિતા આદિત્ય સિંહ અને માતા કામાક્ષીને પણ તરત આ આગ વિશે જાણ કરી દીધી. વિરાંગનાનઆ ગુણે લગભગ 60 લોકોના જીવ બચાવી લીધા.
રડવાને બદલે બતાવી સમજદારી
આ માટે વીરંગનાને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ આપવાના સમાચાર છે. જો કે આ પરિવારમા કઈ નવુ નથી કે કોઈને એવોર્ડ મળી રહ્યો હોય.
વિરાંગના દાદાને પણ મળી ચૂક્યો છે રાષ્ટ્રીય પુરસ્કાર
આ અગાઉ વિરાંગના દાદા કૃષ્ણકુમારસિંહ ઝાલા જેઓ એનસીસી કેડેટ હતા. તેઓને પણ 1969માં પ્રજાસત્તાક દિવસે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તરફથી ‘ઓલ ઈન્ડિયા બેસ્ટ કેડેટ જુનિયર ડિવિઝન’ એવોર્ડ મળ્યો હતો.