બનાસકાંઠાના વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પાડેલી જનતા રેડ હાલ ચર્ચામા છે. આ બાદ હવે સમાચાર અવ્યા છે આ જનતા રેડમા તેમની સાથે સંકળાયેલા પ્રધાનજી ઠાકોરના ઘરમાથી દારૂ મળી આવ્યો છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. હવે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતું કે, ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ પોલીસે દારૂબંધીના કડક અમલ માટે વધુ કાર્યવાહી કરી છે. પોલીસે 2021માં 4236 દેશી દારૂના તેમજ 986 વિદેશી દારૂના કેશ કરી કડક કાર્યવાહી કરી છે. સરહદી જિલ્લો હોવાને લઇ બોર્ડર પર સઘન ચેકીંગ કરી દારૂ ઘુસણ ખોરી અટકાવવા કડક કાર્યવાહી કરાઇ છે.
આ આખી ઘટના અંગે વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે બે દિવસ પહેલા કોતરવાડા પાસે જનતારેડ કરી દારૂ ભરેલું એક પીકઅપ ડાલુ ઝડપ્યું હતુ. આ મામલે વાહનના ચાલકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે 17 સામે કાર્યવાહી કરી હતી. આ બાદ ધારાસભ્યએ પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લેતા હોવાના આક્ષેપો કર્યા હતા. આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં રવિવારે રૂટીના પ્રોહિબિશન ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમા દેશી દારૂના 175 કેસ, વિદેશી દારૂના 9 કેસ મળી કુલ 184 કેસ સામે આવ્યા છે.