અમદાવાદઃ જો તમે આગામી દિવસોમાં છાંટો પાણી કરવા માટે દીવ તરફ જવાના હો તો મેળ નહીં પડે, કારણ કે ત્રણ દિવસ સુધી ડ્રાઇ ડે હોવાથી હાર્ડ ડ્રિંક્સ નહીં મળી શકે કોલ્ડ ડ્રિંક્સથી કામ ચલાવવું પડશે. મોટાભાગ અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી અનેક લોકો વીકએન્ડમાં અને ખાસ કરીને તહેવારોમાં દીવ, દમણ પહોંચી જતા હોય છે. ફરવાની સાથે સાથે દારૂ પીવું એ તેનું મુખ્ય કારણ હોય છે,. ગુજરાતમાં દારૂબંધી છે અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દારૂમુક્તિ છે. ગુજરાતનો મોટો વર્ગ દારૂ પીવા દીવમાં જતો હોય છે. ત્યારે જ ત્રણ દિવસ દીવ જવાના હોય તો પ્લાન કેન્સલ કરી નાંખજો. કારણ કે દીવમાં ત્રણ દિવસ દારૂબંધી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં 5 જુલાઈથી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવ મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દીવમાં 8 જુલાઈ સુધી દારૂબંધી લાગુ કરવામા આવી છે. દીવ નગરપાલિકાની ચૂંટણીને લઈને આ પ્રતિબંધ મૂકાયો છે. એટલે કે આ ત્રણ દિવસોમાં દીવમાં દારૂ નહિ વેચી શકાય. તમામ દુકાનો બંધ રાખવામા આવશે. દીવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આગામી 7 જુલાઈએ મતદાન થશે અને 9 જુલાઈએ મતદાન થતા પરિણામો જાહેર થશે.
ગત તારીખ 20 જૂનથી આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. દીવમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન હંમેશા દારૂબંધી લાગુ કરવામાં આવતી હોય છે, જેનુ દીવના નાગરિકો દ્વારા ફરજિયાતપણે પાલન કરવામાં આવે છે.