કોરોનાનું સંક્રમણ હવે ગુજરાતમાં ધીમું પડ્યું છે. આ જોતાં હવે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. આ અંગે કેન્દ્ર સરકારના આરોગ્ય-સચિવ રાજેશ ભૂષણે રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામા આવ્યું છે કે કોવિડ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે જેથી રાજ્ય સરકારો પોતાની રીતે સમીક્ષા કરીને વધારાનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરી શકે છે.
આ બાદ ગુજરાત સરકારે આજે કોર કમિટીની બેઠકમાં સ્કૂલ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાના સમાચાર અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી છે. હાલ રાજ્યમાં કોરોના કેસો પ્રતિ દિવસ 1 હજારની નીચે આવી ગયા છે.
શિક્ષણ સિવાય વ્યાપારિક ગતિવિધિઓ અને અન્ય નિયંત્રણો પણ ઘટાડવામાં આવે તેવી શકયતા છે.જો કે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ હાલ અમલમાં છે.