1 અને 5 ડિસેમ્બરે ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ. આ બાદ 8 તારીખે પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. ભાજપે ફરી એકવાર ભવ્ય જીત મેળવી છે. હવે આજે મંત્રી મંડળ અને ધારાસભ્યોના શપથ ગ્રહણ થવા જઈ રહ્યા છે. આ સાથે પહેલા વિધાનસભાના અધ્યક્ષ, પ્રોટેમ સ્પીકરની નિમણુંક પણ આજે થશે. માહિતી મુજબ પ્રોટેમ સ્પીકર તરીકે રાજ્યપાલે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની નિમણુંક કરી છે.
આજના કર્યક્રમ અંગે વાત કરીએ તો ભાજપના ધારાસભ્યોની આજે 9 વાગે બેઠક થશે અને પછી રાજભવન ખાતે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને ધારાસભ્ય પદના શપથ લેવડવાશે. કાર્યકરી અધ્યક્ષ બનશે અને શપથ લેવડાવશે. આ બાદ 11.30 થી 12.00 વાગે વિધાનસભામાં સૌ પ્રથમ ભુપેન્દ્ર પટેલને શપથ લેશે અને પછી વારાફરતી સિનિયર મંત્રી, કેબિનેટ મંત્રીઓ, વિપક્ષ નેતા, રાજ્યકક્ષાના મંત્રીઓ અને દંડકની શપથવિધિ થશે.
આજે આ શપથવિધિ બાદ કાલે 15મી વિધાનસભાની અધિકૃત રચનાની જાહેરાત થશે અને પ્રથમ સત્રમા સ્પીકર તરીકે શંકર ચૌધરી અને જેઠાભાઈ ભરવાડની ઉપાધ્યક્ષપદ સંભાળશે.આ સાથે આજે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે. જાણકારી મુજબ યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે અને ત્યારબાદ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા થશે.
આ સાથે વાત કરીએ પ્રોટેમ સ્પીકરની તો તેમનુ મુખ્ય કામ નવા સભ્યોને શપથ લેવડાવવાનું અને વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવાનું હોય છે. આ પ્રોટેમ સ્પીકર તે વ્યક્તિ બને છે જે સૌથી વધુ અનુભવી અને સૌથી વધુ ઉંમરના ધારાસભ્ય હોય છે. જો કે આ પદ કામચલાઉ છે.