એક ઓડિયો વાયરલ થયા બાદ ગુજરાતનુ રાજકારાણ ગરમાયુ છે. આ ઓડિયો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો હોવાનુ કહેવામા આવી રહ્યુ છે. ભરતસિહ આ અગાઉ પણ વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા છે. તેમની પત્નીએ અનેક વાર હાઈકમાન્ડને તેમની ફરિયાદો પણ કરી હોવાનુ પણ સામે આવ્યુ છે.
ભરતસિંહ સોલંકીના વાયરલ થઈ રહ્યેલા ઓડિયો ક્લિપમા તેઓ બોરસદ ન.પાના મહિલા પ્રમુખ સાથે વાત કરી રહ્યા હોવાનુ કહેવામા આવી રહ્યુ છે. બીજી તરફ લાંબા સમયથી ભરતસિંહ સોલંકીનો તેમની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે અને આ પહેલા પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો.