Gujarat Weather: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી એકસાથે બે બે વાવાઝોડાને લઈ આગાહી કરી છે. કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વાવાઝોડા આકાર લેવા જઈ રહ્યા છે. આજથી જ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે અને સાથે જ 18 ઓક્ટોબરથી એક લો પ્રેશર પણ બનશે.
અંબાલાલે આગળ વાત કરી કે 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ વાવઝોડું એકદમ મજબુત હશે. તેને ઉત્તર પૂર્વીય પવનોની ગતિ મળશે. બંગાળના ઉપસાગરનો ભેજ મળશે, જેના કારણે આ સિસ્ટમ મજબુત બનશે. જેના કારણે પશ્ચિમ ઘાટ પર ગોવાથી નીચેના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
તેમજ સિસ્ટમ બનવાની વાત પર અંબાલાલે કહ્યું કે અરબી સમુદ્રની સાથે સાથે બંગાળના ઉપસગારમાં પણ સિસ્ટમ બનશે. બંનેમાં સમાંતર સિસ્ટમ બનશે. પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ મજબુત થવાની શક્યતા છે. આ રીતે એક પછી એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે.
ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!
વરસાદની આગાહી કરી કે આ બધાના લીધે 16 ઓક્ટોબરની સાંજે 17થી 19 ઓક્ટોબરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મિર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રેદશ તેમજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ભારે પવન અને કરા પડવાની શક્યતા રહેશે. બેક ટુ બેક સિસ્ટમ આવશે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યાતા છે.