Gujarat Weather: જો આપણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. પરંતુ તેની અસર ગુજરાત પર નહીં થાય. એકાદ ડીગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. સામાન્ય રીતે ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થતો હોય છે. પરંતુ હવે અંબાલાલ પટેલે વાત કરી છે કે આગામી દિવસોમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. તારીખ 8થી 12 નવેમ્બરના દેશના ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે.
હાલના પાંચ દિવસ વરસાદની પણ કોઇ આગાહી નથી કરવામાં આવી. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યુ કે, રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એકથી સાત ડિગ્રી વઘુ નોંધાઇ રહ્યું છે. જેના કારણે શિયાળાની ઠંડીનો એહેસાસ થતો નથી.
અંબાલાલનું કહેવું છે કે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો આવી શકે અને વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. બંગાળાના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. શિયાળામાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરમાં આવશે 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે જાન્યુઆરીમાં ઠંડોગાર રહેશે.
17-18 કલાક કામ, 2 રૂપિયા પગાર, 12 વર્ષે લગ્ન, સાસરિયાનો ત્રાસ… આજે આ મહિલા બની 900 કરોડની માલકિન
અંબાલાલે ઠંડી વિશે પણ આગાહી કરી કે ફેબ્રુઆરીની શરુઆતમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડક્ડતી ઠંડી પડશે. ડિસેમ્બરના એન્ડ સુધી એક પછી એક સિસ્ટમ બન્યા કરશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે, ત્યારે હવે દિવાળીએ જોવાનું રહ્યું કે વાતાવરણમાં કેવા કેવા ફેરફારો જોવા મળે છે અને વરસાદ આવે છે કે કેમ?