હાલમા આખા રાજ્યમાં કાળજાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં શનિવાર અને રવિવાર માટે યલો એલર્ટ પણ જાહેર કર્યુ છે. આ વચ્ચે ચોમાસાને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે. આ સાથે ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે.
આ સાથે તેમણે કહ્યુ છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ સમો સૂતરો રહી શકે છે. ગરમીના અંત અંગે વાત કરતા તેમણે કહ્યુ કતુ કે એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો જોવા મળશે અને તે 17 મે સુધી અનુભવાશે. આ પછી પ્રિ મોનસૂન વહેલા શરૂ થતુ અનુભવાશે. 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ સારો રહેશે.
20 એપ્રિલ બાદ ગરમીનું પ્રમાણ ખુબ વધી જશે અને 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 46 -47 ડિગ્રી સુધી પહોંચશે જે બાદ ભારે વરસાદ અને આંધી સાથે તોફાનો જોવા મળશે. સ્કાયમેટ અનુસાર પણ કહેવામા આવ્યુ છે કે વર્ષ 2022નું ચોમાસુ સામાન્ય રહેશે અને 4 મહિનામાં જ વરસાદ 98 ટકા ખાબકશે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતાં 880.60 મીમી વરસાદ ખાબકશે અને દેશમાં સંપૂર્ણપણે 98 ટકા વરસાદ નોંધાવાની શક્યતા છે.
.