રાજ્યના વાતાવરણમાં છેલ્લા થોડા દિવસથી પલટો આવ્યો છે. ક્યાક હજુ કાળઝાળ ગરમી વરસી રહી છે તો વળી ક્યાક ચોમાસાની પહેલી અમીછાંટ જોવા મળી છે. રાજ્યભરમા હવે વરસાદના આગમનની રાહ જોવાઇ રહી છે અને આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
તેમણે કહ્યુ છે કે ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ પડે તેવી શક્યતા જણાવાઇ છે. તેમજ આ વર્ષે ગુજરાતમાં વરસાદ સારો થશે. રાજ્યમા 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત અને 15 જૂનથી રાજ્યભરમાં મેધરાજાની એંટ્રી થઈ જશે. આ સાથે 3 જુલાઈએ ગુજરાતમાં સારા વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારા નજીક 40 ઈંચ, જૂન મહિનામાં ગુજરાત સરેરાશ 6 ઈંચ વરસાદ અને જુલાઈ મહિનામાં 12 ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ મહિના દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.