Gujarat News: હાલમા આખા ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આવા પુરપાટ વરસાદના માહોલ વચ્ચે હવે ફરીથી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો 3 વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી 26થી 30 જૂલાઈએ વરસાદી સિસ્ટમ બનશે અને મેઘરાજા મન મૂકીને વરસે એવી પુરી શક્યતાઓ દેખાઈ રહી છે.
આગાહી પ્રમાણે અંબાલાલે વાત કરી કે 26 જૂલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. પશ્વિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.
જો આગળ વાત કરીએ તો અંબાલાલે આગાહીમાં શક્યતાઓ વ્યક્ત કરી કે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અંબાલાલની આગાહી કેટલી સાચી અને કેટલી ખોટી પડે છે.