Gujarat News: ગુજરાતનો ખેડૂત વરસાદની રાહ જોઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. પરંતુ હવે અંબાલાલની આગાહી સામે આવી છે અને લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
આગામી દિવસોમાં વરસાદ કેવો પડશે એ વિશે અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે.
નોંધનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે. 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે.
અંબાલાલ પટેલે આગળ વાત કરી કે 22 સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. 10થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ આવશે.
જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે
તો વળી પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા અને મહીસાગરમાં પણ અંબાલાલે વરસાદની આગાહી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે.