રાજ્યમા ચારેતરફ મેધમહેર જોવા મળી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યુ છે કે “આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે અને છૂટોછવાયો વરસાદ રહેશે. બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. તેમના મત મુજબ હવે રાજ્યમાં વરસાદ વિરામ લેશે અને ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી ફરી શરૂ થઈ જશે જે 10મી ઓગસ્ટ સુધી ચાલશે.
આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં જૂન મહિનામાં ઓછો વરસાદ થવાની શકયાતા છે. જળાશયો, નદી અને કૂવાઓ પાણી પાણી થઈ ગયા છે. જુલાઈ મહિનામાં જ ખાલી 56 ટકા વરસાદ નોંધાયો છે.