અંબાલાલ પટેલની ઘાતક આગાહી, ગુજરાતમાં એકસાથે બેથી વધારે ઋતુનો થશે અનુભવ, ઉનાળાના એંધાણ પણ મંડાયા!

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં એકસાથે બેથી વધારે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર મોટો પલટો આવ્યો છે. ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ગુજરતથી દક્ષિણ ગુજરાત સુધી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. આવુ લાંબા સમય બાદ જોવા મળ્યું કે, ફેબ્રુઆરીમાં આટલી ઠંડી અનુભવાઈ હોય. જોકે આગાહી મુજબ હવે ઠંડીને રાઉન્ડ આવશે.

તમને જણાવી દઈએ કે, જેમ ઠંડી અનુભવાઈ રહી છે તેના કરતા વધુ ઠંડી અનુભવાશે. ફેબ્રુઆરી મહિનામાં કાતિલ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.

આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાતે અને વહેલી સવારે લોકો ઠુઠવાઈ રહ્યાં છે.

Gold and Silver Price: વેલેન્ટાઈન ડે પહેલા ફરી સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચેક કરો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

ખુશખબર… RBIએ સતત છઠ્ઠી વખત રેપો રેટ રાખ્યો યથાવત, જાણો બેંક લોન EMI અને FD રિટર્ન પર શું થશે અસર?

IND vs ENG 3rd Test: રાજકોટ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લઈને આવ્યું મોટું અપડેટ, જાડેજા-રાહુલ કરી શકે છે કમબેક

આગાહી મુજબ, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.


Share this Article