Gujarat News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી ગુજરાતીઓ માટે નવી આગાહી કરી છે અને કહ્યું છે કે ભરઉનાળે વરસાદ ખાબકશે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગો વિશે આગાહી કરતાં અંબાલાલે કહ્યું કે ચારેકોર વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન ફૂંકાશે અને કચ્છના ભાગોમાં પવન વધારે રહેવાની તેમજ વાદળધાયું વાતાવરણ રહેશે.
આગાહીકારે વાત કરી કે આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ ખાબકશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પંરતું 17 થી 20 માર્ચમાં ફરી એકવાર હવામાન પલટાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડશે. એટલુ જ નહિ, હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
આગાહી બાદ એવું લાગે છે કે ઉનાળામાં પણ ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વસતા લોકોએ વરસાદની તૈયારી સાથે ચાલવાનું રહેશે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં મેઘરાજા ખાબકી શકે છે.