Gujarat Weather Updates: ગુજરાતમાં ફરી એકવાર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. હાલ ગુજરાતમાં ઠંડી, ગરમી, વરસાદ તમામ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વાવાઝોડાંની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે.
વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થઈ શકે છે. તેમજ 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે.
તમને જણાવી દઈએ કે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર રચાયેલ એક શક્તિશાળી અને અનિયમિત ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતું. 2023 ઉત્તર હિંદ મહાસાગર ચક્રવાત સિઝનનું ત્રીજું ડિપ્રેશન અને બીજું ચક્રવાતી તોફાન, બિપરજોય એ ડિપ્રેશનમાંથી ઉદ્દભવ્યું હતું જે ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનતા પહેલા 6 જૂને ભારતીય હવામાન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યું હતું.
આ ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે 17 થી 19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.