Ambalal Rain Forecast : વરસાદને લઈને ગુજરાત (gujarat) રાજ્યમાં અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહીને ઘણી સચોટ માનવામાં આવે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એક વખત આગાહી કરી દે પછી એ પ્રમાણે હવામાનને લગતી વિવિધ ઘટનાઓ બનતી હોય છે. ચાહે તે વરસાદ હોય કે તાપમાનને લઈને મોટો ફેરફાર હોય તેની દરેક આગાહી સાચી પડે છે.
આંબલાલ પટેલની આગાહી ફરી એક વખત થઈ ચૂકી છે. સપ્ટેમ્બર મહીનાને લઈને અંબાલાલે આગાહી કરી છે. જે ખેડૂતો, માછીમારો સહિત ઘણા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ આવ્યો છે. આ અંગેની આગાહી પણ તેમણે અગાઉ કરી જ હતી. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી લોકોને આકરી ગરમી અને બફારામાંથી રાહત મળી છે.
છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યાં જ રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ડાંગના સુબિર, આહવામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. માંગરોળમાં 2 ઈંચ, વાંસદા, વઘઈ, સોનગઢ, ચીખલીમાં 1.5 ઈંચ, ધરમપુર, ઉચ્છલમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
અંબાલાલે સપ્ટેમ્બર મહીનાને લઈને કરેલ આગાહી અનુસાર રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ ખાબકે તેવી શક્યતા છે. આગામી 12 તારીખે ધીમો અને સામાન્ય વરસાદ રહેશે અને ત્યાર પછી 13 તારીખ બાદ વરસાદનું જોર વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાનાં અંત સુધી રાજ્યમાં વરસાદ રહેશે. ત્યાર પછી પણ ઓકટોબરની શરૂઆતમાં પણ સારો વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જનતાને ડબલ મોજ: LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કિંમતમાં સીધો 3 થી 5 રૂપિયાનો ઘટાડો આવશે
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ માટે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. આજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસજી હાઈવે અને ઘોડાસર, મણિનગરમાં વરસાદ પડતા લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે.