ગુજરાતમાં એકવાર ફરી ઠંડી વધી છે. આ સાથે અંબાલાલ પટેલે પણ આગી કરી છે કે રાજ્યમાં આગામી 3-4 દિવસ સુધી હજુ પણ પારો નીચો જશે. કડકડતી ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં 3થી 6 ડિગ્રી સુધી તાપમાન ઘટવા આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે વાત કરીએ હાલના તાપમાન અંગે તો રાજ્યના 5 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે જેમા કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર હાલ છે.
લગ્નનુ પ્લાનિંગ કરતા લોકો માટે મોટા સમાચાર, લગ્નની લઘુત્તમ ઉંમર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
આ સિવાય દેશના ઉત્તરી અને મધ્ય વિસ્તારમા ઠંડીનો ચમકારો અનુભવ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજ્બ દિલ્હીમાં તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો છે. અંબાલાલ પટેલે કહ્યુ છે કે પહાડો પરથી બરફીલા પવન મેદાનો તરફ વાય રહ્યા છે જેના કારણે અમુક વિસ્તારોમાં આવતીકાલથી જ ઠંડીમા હજુ પણ વધારો થશે.
ઠંડીમા હજુ પણ વધારો થશે
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં આ કોલ્ડવેવ રહેશે. આવી સ્થિતિમા જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય થશે તો શીતલહેરનો અનુભવ થશે.