જેની આગાહીને લોકો દરેક ઋતુમાં ફોલો કરે એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વખતે આગાહીમાં જણાવ્યું છે કે, રાજ્યના ભાગોમાં ગરમી પડી રહી છે. ધીમે ધીમે ગરમી ઘટવાની શક્યતા છે નવેમ્બરની શરૂઆતમાં હિમવર્ષા થાય એવી પણ શક્યતા છે. ધીમે ધીમે હિમવર્ષા વધવાની શક્યતા દેખાઈ રહી છે. જેના લીધે દેશના ઉતર પર્વતીય પ્રદેશો સહિત પંજાબ, હરિયાણા, દિલ્હીના ક્ષેત્રોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં મોસમ પરિવર્તન થાય એવું દેખાઈ રહ્યું છે.
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે લગભગ નવેમ્બરના પહેલા સપ્તાહથી જ બીજા સપ્તાહ વચ્ચે 5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી ઠંડીની શક્યતા રહેશે. મહતમ અને લઘુતમ તાપમાન ઘટશે. રાજસ્થાનના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. ઉતરીયા પર્વતીય ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ સર્જાશે 18 અને 19 નવેમ્બરના ચક્રવાતની સંભાવના સંખ્યામાં વધારો થશે. આ ચક્રવાતો દક્ષિણ પૂર્વીય ભાગો મારફાડ રહેશે. ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે અરબી સમુદ્રમાં પણ અસર થશે. જેના લીધે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે.
આ સાથે જ જણાવ્યું કે ડિસેમ્બરની શરૂઆતમાં ધુમમ્સનું પ્રમાણ પણ વધુ રહેશે.રાજ્યના રાજ્યમાં સામાન્ય હતું જોવા મળશે ઠંડી ડિસેમ્બરની શરૂઆતમાં પડશે 22 ડિસેમ્બર બાદ ઠંડીનું ચોર વચ્ચે અને ગાત્રો થીજવતી ઠંડી પડશે અને ઠંડી લંબાઈ પણ શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યારથી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શરૂઆત થાય છે. આવતી કાલથી 14મી નવેમ્બર સુધી રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. આના કારણે અનેક વિસ્તારોમાં ત્રણથી ચાર ડિગ્રી ઠંડી ગગડવાની શક્યતા રહેલી છે.
મળતી માહિતી પ્રમાણે, પવનની દિશા બદલાવવાને કારણે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. વહેલી સવારે અને રાતે ઠંડીનું પ્રમાણ વધશે પરંતુ દિવસ દરમિયાન મહત્ત્મ તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય પરંતુ ગરમીનો અહેસાસ નહીં થાય. રાજ્યમાં 15મી નવેમ્બરથી ધીરે ધીરે ઠંડીનું જોર વધશે. આ દરમિયાન 15 ડિગ્રીની આસપાસ ઠંડીનો પારો રહેશે.